31 October, 2013

જીવસૃષ્ટિને પ્રાણ બક્ષતા પ્રાણવાયુના જન્મનું રહસ્ય


પૃથ્વી પર વસતી સમગ્ર જીવસૃષ્ટિનું જીવન ટકાવી રાખવા માટે પ્રાણવાયુ સૌથી પહેલી શરત છે. પ્રાણવાયુને આપણે ઓક્સિજન તરીકે ઓળખીએ છીએ. આજના યુગમાં ઔદ્યોગિકરણનો વ્યાપ સતત વધી રહ્યો હોવાથી જીવસૃષ્ટિની સૌથી મૂળભૂત જરૂરિયાત સમાન પ્રાણવાયુ પણ સતત દુષિત થઈ રહ્યો છે. પૃથ્વી પરના જળ, જમીન અને વાયુને શુદ્ધ રાખવાની જવાબદારી બીજા પશુ-પંખીઓની નહીં પણ માનવજાતની છે. હાલની સ્થિતિ જોતા તો એવું જ કહી શકાય કે, માણસે તેના અસ્તિત્વથી લઈને અત્યાર સુધી પ્રાણવાયુને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ જ લીધો છે. પ્રાણવાયુ ખરેખર કુદરતે પૃથ્વીને આપેલી અમૂલ્ય ભેટ છે. કારણ કે, સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન ઉપલબ્ધ છે. વિજ્ઞાનીઓ અનેક વર્ષોથી એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આખરે પૃથ્વી પર ઓક્સિજનનો ઉદ્ભવ કેવી રીતે થયો? તાજેતરમાં જ ડેનમાર્કના કેટલાક વિજ્ઞાનીઓએ ઓક્સિજનનો ઉદ્ભવ કેવી રીતે થયો એ દિશામાં મહત્ત્વનું સંશોધન કર્યાનો દાવો કર્યો છે. 

ડેનમાર્કના વિજ્ઞાનીઓએ ઓક્સિજનના ઉદ્‍‍ભવ અંગે કરેલા સંશોધનની નોંધનેચરજેવા પ્રતિષ્ઠિત સામયિક અનેધ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમીઝ ઓફ સાયન્સીસજર્નલમાં પણ લેવાઈ છે. માણસના ઉત્ક્રાંતિકાળને લગતી ડાર્વિન સહિતની ઘણી થિયરી પ્રચલિત છે પણ ઓક્સિજનનો ઉદ્‍‍ભવ કેવી રીતે થયો તેના વિશે હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી. જોકે, મોટા ભાગના વિજ્ઞાનીઓ એક વાત સ્વીકારે છે કે પૃથ્વીનો જન્મ થયો ત્યારે તેના વાતાવરણમાં ઓક્સિજન ન હતો અને પૃથ્વીના જન્મ પછી વાતાવરણમાં ઓક્સિજનનું સર્જન થવામાં કરોડો વર્ષનો સમય વીતી ગયો હતો. ઓક્સિજનના ઈતિહાસનીદિશામાં થયેલું આ સંશોધન યુનિવર્સિટી ઓફ સધર્ન ડેનમાર્કના પ્રોફેસર અને જિયોકેમિસ્ટ (ભૂ-રસાયણશાસ્ત્રી) ડોનાલ્ડ કેનફિલ્ડની આગેવાનીમાં થયું છે. કેનફિલ્ડ જણાવે છે કે, “હાલનું પૃથ્વીનું ઓક્સિજનથી ભર્યું ભર્યું વાતાવરણ ભૂસ્તરશાસ્ત્ર (જિયોલોજી) અને બાયોલોજી (જીવવિજ્ઞાન)ની અતિ જટિલ પ્રક્રિયાને આભારી છે.”

કેનફિલ્ડ અને તેમની ટીમે કરોડો વર્ષ પહેલાનું વાતાવરણ કેવું હતું એ જાણવા માટે કરોડો વર્ષ પહેલાંના ખડકોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં વિજ્ઞાનીઓને ખડકો પરનીકેમિકલ ફિંગરપ્રિન્ટનું અત્યાધુનિક સાધનોની મદદથી વિશ્લેષણ કર્યું હતું. આ ખડકોની કેમિકલ ફિંગરપ્રિન્ટ પરથી જાણવા મળ્યું હતું કે, ખડકો પર મળી આવેલા કેટલાક અણુઓનું ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ સર્જન થઈ શકે. આ અણુઓના અભ્યાસ બાદ વિજ્ઞાનીઓ પાસે ચોક્કસ પુરાવા છે કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર અત્યારના કરતા વધુ માત્રામાં ઓક્સિજન હતો. આ દરમિયાન કેનફિલ્ડે પૃથ્વીના સૌથી જૂના ગણાતા ખડકોની કેમિકલ ફિંગરપ્રિન્ટનો પણ અભ્યાસ કર્યો હતો અને આશ્ચર્યની વાત તો એ છે કે, આ ખડકોમાં ઓક્સિજનની હાજરીનું પ્રમાણ આપતા કોઈ અણુઓ મળ્યા ન હતા. આ વાત સાબિત કરે છે કે, પૃથ્વીના જન્મ વખતે વાતાવરણમાં ઓક્સિજનની હાજરી ન હતી.


કેનફિલ્ડ અને તેમની ટીમનો દાવો છે કે, પૃથ્વીના જન્મ સમયે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, મિથેન અને નાઈટ્રોજનનું પ્રમાણ જ સૌથી વધારે હતું. આ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય અણુઓમાંથી ઓક્સિજન છૂટો પડતો હતો, પરંતુ તે વાતાવરણમાં ભળતા જ અદૃશ્ય થઈ જતો હતો. કારણ કે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઓક્સિજનફ્રેન્ડ્લી એલિમેન્ટતરીકે ઓળખાય છે અને ઘણાં બધા અણુઓ સાથે સંપર્કમાં આવીને રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે. દાખલા તરીકે, ખડકોમાં રહેલા આયર્ન (લોખંડ)ના અણુઓ સાથે સંપર્કમાં આવીને તે લોખંડમાં કાટ (સડો) પેદા કરે છે. એવી જ રીતે, જ્વાળામુખીઓમાંથી ફાટીને પેદા થયેલા હાઈડ્રોજન સાથે મળીને હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બીજા કેટલાક વાયુઓનું પણ સર્જન કરે છે. પરંતુ પૃથ્વી પરના સૌથી જૂના ખડકોમાં આવા કોઈ જ નિશાન નથી અને તેથી વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે, કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય હોવાની પૂરેપૂરી સંભાવના છે.

કેનફિલ્ડનો દાવો છે કે, આશરે ત્રણ અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર ઓક્સિજનના સર્જનની શરૂઆત થઈ હતીએ પહેલાં પૃથ્વી પર આજના કરતા ફક્ત 0.03 ટકા ઓક્સિજન હતો. વિજ્ઞાનીઓએ ઊંડું વિશ્લેષણ કરીને સાબિત કર્યું છે કે, ત્રણ અબજ વર્ષ જૂના ખડકો પર ઓક્સિજનની ફિંગરપ્રિન્ટ છે જ નહીં. જોકે વિજ્ઞાનીઓને હજુ પણ એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે, ફક્ત સૂર્યપ્રકાશના કારણે પૃથ્વી પર આટલા મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન ના થઈ શકે. આટલો ઓક્સિજન ફક્તજીવનની મદદથી જ પેદા થઈ શકે. આ અંગે વિજ્ઞાનીઓએ એવી થિયરી રજૂ કરી છે કે, ત્રણેક અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવતા સૂક્ષ્મ જીવાણુઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ક્ષમતા વિકસી ગઈ હશે. મોટે ભાગે સમુદ્રની સપાટી પર જીવતા આ સૂક્ષ્મ જીવો કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાંથી શક્તિ મેળવવા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરતા હશે. આ પ્રક્રિયામાં ઓક્સિજનનુંવેસ્ટતરીકે ઉત્સર્જન થતું હોય છે.

આ પ્રક્રિયામાં પૃથ્વી પર બહુ મોટી માત્રામાં ઓક્સિજન પેદા થાય છે અને સૂક્ષ્મ જીવો મૃત્યુ પામ્યા પછી ઓક્સિજન તેના કાર્બન સાથે સંયોજન કરવાનું શરૂ કરે છે. જોકે, આ પ્રક્રિયાના અંતે પણ થોડો ઓક્સિજન બાકી રહી જાય છે. કારણ કે, સૂક્ષ્મ જીવોના મડદાંના રૂપમાં ફેલાયેલો ઘણો બધો ઓર્ગેનિક કચરો સમુદ્રમાં ડૂબી જાય છે અને સમુદ્રની સપાટીની નીચે જઈને અન્ય અણુઓ સાથે ઓક્સિજન સંયોજન કરી  શકતો નથી. એટલે વધેલો ઓક્સિજન વાતાવરણમાં ભળવાની શરૂઆત થાય છે. આ ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય નહીં પણ પછીના બે-ત્રણ અબજ વર્ષ ચાલે એટલું હતું. આ જટિલ પ્રક્રિયા વખતે પૃથ્વીનું વાતાવરણ ઠંડુ પડવાથી ઓક્સિજનનું સર્જન થવાની પ્રક્રિયા પણ ધીમી પડી અને જ્વાળામુખીઓ પણ ઠંડા પડ્યા. જ્વાળામુખીઓ ઠંડા પડવાથી વાતાવરણમાં હાઈડ્રોજન ઓછો ઉત્સર્જિત થવા માંડ્યો અને વાતાવરણમાં હાઈડ્રોજન ઓછો હોવાથી ઓક્સિજન શોષાવાની પ્રક્રિયા પણ ધીમી પડી ગઈ.

ડોનાલ્ડ કેનફિલ્ડ

આ સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક દૃષ્ટિએ બિલકુલ વાસ્તવિક છે અને પ્રો. કેનફિલ્ડે તેમના આગામી પુસ્તકઓક્સિજનઃ અ ફોર બિલિયન યર હિસ્ટરીમાં પૃથ્વી પર ઓક્સિજનનું સર્જન કેવી રીતે થયું એ દિશામાં વિષદ છણાવટ કરી છે. પ્રો. કેનફિલ્ડનું કહેવું છે કે, “પૃથ્વી એકવાર ઠંડી પડ્યા પછીની સ્થિતિ ઓક્સિજન ટકી રહેવાની તરફેણમાં હતી.” આમ ઓક્સિજન વાતાવરણમાં ટકી ગયો હોવાથી જ પૃથ્વી પરજીવનની સંભાવના વધી ગઈ. પૃથ્વીના વાતાવરણમાં બાકી રહેલો ઓક્સિજન ખડકો અને જમીનના સંપર્કમાં આવ્યો અને તેમાંથી ફોસ્ફરસ, આયર્ન છૂટા પડ્યાં અને ફરી પાછી સમુદ્રમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. સૂક્ષ્મ જીવાણુઓના વિકાસ માટે આ સ્થિતિ યોગ્ય હતી અને અંતે ઓક્સિજન પેદા થવાની પ્રક્રિયાનું સતત પુનરાવર્તન થવા માંડ્યુ. ‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમીઝ ઓફ સાયન્સીસજર્નલમાં પ્રો. કેનફિલ્ડ અને તેના સહ-સંશોધકોએ દાવો કર્યો છે કે, અબજો વર્ષ પહેલાં આવી રીતે ઓક્સિજન પેદા થવાની શરૂઆત થઈ હતી એના કારણે જ પૃથ્વી પર આજે છે એવું જીવન શક્ય બની શક્યું છે.

આ થિયરીને આગળ વધારતા સંશોધકો કહે છે કે, અબજો સૂક્ષ્મ જીવો સમુદ્રની સપાટી નીચે તરી રહ્યા હોવાથી કાર્બનથી ભરપૂર ખડકોનું નિર્માણ થયું. ત્યાર પછી લાખો-કરોડો વર્ષોની સામુદ્રિક ઉથલપાથલો પછી આ ખડકો સૂકી જમીન પર અસ્તિત્વમાં આવ્યા. આ ખડકો ફરી એકવાર ઓક્સિજનના સંપર્કમાં આવ્યા. ટૂંકમાં અબજો વર્ષોથી જીવ અને પૃથ્વીની મદદથી ઓક્સિજનના સર્જનની પ્રક્રિયા અવિરત ચાલી રહી છે. પૃથ્વી પર ઘાસ અને છોડ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી લાકડા સહિતના મટિરિયલમાં કાર્બનનો સંગ્રહ થવાની શરૂઆત થઈ અને વનસ્પતિ જ વાતાવરણમાં વધુ ઓક્સિજન ફેંકવા લાગી. કદાચ એટલે જ ત્રણ અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર અત્યાર કરતા ઘણો વધારે ઓક્સિજન હતો. બાદમાં જેમ જેમ જંગલ વિસ્તાર ઓછો થતો ગયો અને રણ વિસ્તારમાં વધારો થયો તેમ તેમ ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું.

પૃથ્વીનું રસાયણવિજ્ઞાન સમજવામાં પ્રો. કેનફિલ્ડ અને તેમની ટીમે કરેલું સંશોધન ખૂબ જ મહત્ત્વનું છે. ઓક્સિજનના સર્જન અને તેના ઈતિહાસથી સારી રીતે વાકેફ પ્રો. કેનફિલ્ડનું માનવું છે કે, ઓક્સિજનનું ભવિષ્ય અનિશ્ચિત છે. પૃથ્વી પર ઓક્સિજનના સર્જનની પ્રક્રિયા ચાલતી રહેશે કે એક દિવસ તે પણ ધીમી પડશે તે કહી શકાય નહીં. કારણ કે, આ બાબત અનેક ભૌગોલિક બાબતો સાથે જોડાયેલી છે.

29 October, 2013

ગૂગલ પ્રાઈવેસીઃ ઓનલાઈન અને ઓફલાઈન


ન્ટરનેટ ક્રાંતિ પહેલાં પ્રાઈવેસી શબ્દનો અર્થ ખૂબ જ મર્યાદિત અને સરળ હતો, જ્યારેગૂગલ યુગમાં આ શબ્દનો અર્થ એટલો જ વ્યાપક અને વિશાળ થઈ ગયો છે. કારણ કે, સોશિયલ નેટવર્કિંગના જમાનામાં દરેકને પોતાની નાનામાં નાની વાત લોકોને જણાવવાની ખૂજલી હોય ત્યાં પ્રાઈવેસીને કેટલું મહત્ત્વ આપવું અને ના આપવું તે નક્કી કરવું મુશ્કેલ છે. તાજેતરમાં જ ગૂગલે નવી પ્રાઈવેસી પોલિસી જાહેર કરતાં જણાવ્યું છે કે, હવે ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ માટે તેઓ કોઈ પણ વ્યક્તિના નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરી શકશે. આ મુદ્દે ગૂગલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને એડવર્ટાઈઝરો કે સામાન્ય લોકોને આ વાત પસંદ છે પણ ઈન્ટરનેટ રાઈટ્સ એક્ટિવિસ્ટોએ પ્રાઈવેસીનો મુદ્દો ઉઠાવીને ગૂગલને ભાંડવાની શરૂઆત કરી દીધી છે. જોકે, ગૂગલની નવી પ્રાઈવેસી પોલિસીનો અભ્યાસ કરતા જણાય છે કે ઈન્ટરનેટ રાઈટ્સ એક્ટિવિસ્ટો જાણ્યા-સમજ્યા વિના જ તેનો વિરોધ કરવા નીકળી પડ્યા છે.

ગૂગલે જાહેર કર્યું છે કે, આગામી 11મી નવેમ્બરથી ગૂગલ યુઝર્સની માહિતીનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરી શકશે. આ પ્રકારના શીર્ષકો હેઠળ છપાયેલા સમાચારો વાંચીનેસામાન્યલોકોનું ભડકી જવું સ્વાભાવિક છે. જોકે, ગૂગલ પ્લસ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તમે કોઈ પ્રોડક્ટનો રિવ્યૂ આપ્યો હશે અથવા કોઈ રિવ્યૂને તમે પસંદ (પ્લસ કર્યો હશે) કર્યો હશે તો તમારી સાથે ઓનલાઈન કનેક્શન ધરાવતા તમારા મિત્રો તમારું પ્રોફાઈલ નેમ અને ફોટોગ્રાફ જોઈ શકશે. જોકે, આમાં કંઈ નવી વાત નથી. પરંતુ 11મી નવેમ્બરથી આ પ્રોફાઈલ નેમ કે ફોટોગ્રાફનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની ગૂગલને આપોઆપ મંજૂરી મળી જાય છે. જેમ કે, કોઈ યુઝર ગૂગલ પ્લેમાં જઈને કોઈ રેસ્ટોરન્ટના પેજ પર પ્લસ, કમેન્ટ કે ફોલોઈંગ જેવી એક્ટિવિટી કરશે તો તેનું પ્રોફાઈલ નેમ અને ફોટોગ્રાફ યુઝર સાથેકનેક્શનધરાવતા તેના મિત્રો જોઈ શકશે. બીજી તરફ, ગૂગલ એ રેસ્ટોરન્ટની એડવર્ટાઈઝમાં તમારા પ્રોફાઈલ નેમ કે ફોટોગ્રાફનો તમારી મંજૂરી વિના ઉપયોગ કરશે.


આમ છતાં ગૂગલ યુઝરે ગભરાવા જેવું નથી. કારણ કે, ગૂગલ યુઝર્સ પોતાની એક્ટિવિટી કોણ જોઈ શકે છે એનું સેટિંગ્સ કરી શકે છે. ગૂગલે પોલિસીઝ એન્ડ પ્રિન્સિપલ્સનામના પેજ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘...તમારે શું શેર કરવું છે તેનો તમારી પાસે સંપૂર્ણ કાબૂ છે.’ વળી, કોઈ પણ યુઝર્સ સેટિંગ્સમાં જઈને પોતાની માહિતીનો ઉપયોગ કરતા ગૂગલને રોકી શકે છે. આ સેટિંગ્સ કરવા માટે યુઝરે ફક્ત એક ક્લિક જ કરવાની છે. જ્યારે 18 વર્ષથી નીચેની ઉંમરના યુઝર્સ તો જે કંઈ એક્ટિવિટી કરશે તેનો ગૂગલ કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ પણ નથી કરવાનું. આમ છતાં, ઈન્ટનેટ રાઈટ્સ એક્ટિવિસ્ટોએ બૂમરાણ મચાવી દીધી છે કે, ગૂગલનું પગલું કોઈના અંગત જીવન પર તરાપ સમાન છે. તેમનું માનવું છે કે, બ્રાન્ડ એડવર્ટાઈઝરો ગૂગલના પગલાંને પોતાના સ્વાર્થ ખાતર આવકારી રહ્યા છે. કારણ કે, તેમને ફક્ત પોતાનોમાલવેચવામાં રસ છે. પરંતુ મૂળ મુદ્દો એ છે કે, કોઈ પણ યુઝર સોશિયલ નેટવર્કમાં પ્રવેશે ત્યારે અંગત માહિતી શું છે એનાથી મોટે ભાગે સારી રીતે પરિચિત હોય જ છે. આજે પ્રોફાઈલ નેમ કે ફોટોગ્રાફ જેવી માહિતી તો વેબ પર પહેલેથી ઉપલબ્ધ છે જ.

આ ફેરફારનું કારણ આપતા ગૂગલ કહે છે કે, હવેથી ગૂગલની સર્ચ, મેપ્સ, પ્લે અને એડવર્ટાઈઝિંગ જેવી કોઈ પણ સેવા વખતે યુઝર્સનો સમય બચશે. જેમ કે, ગૂગલ પ્લેના કોઈ પેજ પર તમારા કેટલાક મિત્રોએ કોઈ આલબમને સારું રેટિંગ આપ્યું છે તો તમે તમારા એ મિત્રોને તેમાં જોઈ શકશો. આ પહેલાં ગૂગલ પ્લસ કે ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાં આવી સુવિધા હતી જ. ફેસબુકમાં આપણેલાઈકકરીએ ત્યારે જ આપણું પ્રોફાઈલ નેમ અને ફોટોગ્રાફ સામેની વ્યક્તિ જોઈ જ શકે છે. પરંતુ આ માહિતીનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ નહોતો થતો અને આખી બબાલનું કારણ જ આ છે. આમ છતાં, ગૂગલની નવી પ્રાઈવેસી પોલિસીને ખાસ મહત્ત્વ આપવાની જરૂર જ નથી. કારણ કે, મૂળ મુદ્દો એ છે કે કોઈ પણ યુઝરે પોતાની જેટલી માહિતી અપલોડ કરી હશે એટલી માહિતીનો જ ગૂગલ ઉપયોગ કરી શકવાનું છે. બીજું, કોઈ પણ યુઝર પોતાની માહિતીનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ ના થાય એ માટે ફક્ત એક ક્લિક કરીને ગૂગલને રોકી જ શકે છે.

કાયદાકીયસુધારામાટે શંકાસ્પદ પ્રવૃત્તિ?

ગૂગલે સોશિયલ એડવર્ટાઈઝિંગ માટે તેની પ્રાઈવેસી પોલિસીમાં કરેલા ફેરફારને ગંભીરતાથી લેવા જેવો નથી પણ ગૂગલને યુઝર્સની પ્રાઈવેસીની પોતાની પ્રાઈવેસી જેટલી ચિંતા નથી એ વાતમાં કોઈ શંકા નથી. કારણ કે, ભારતમાં થઈ રહેલી પોતાનીઓફલાઈનપ્રવૃત્તિઓ અંગેપ્રાઈવેસીરાખવામાં ગૂગલ ખાસ્સું સચેત છે. કમનસીબે, આ પ્રવૃત્તિઓ કેટલી શંકાસ્પદ છે કે હતી તેનો ખ્યાલ કોઈમોટાસમાચાર બહાર ના આવે ત્યાં સુધી આવતો નથી. છેલ્લાં કેટલાક વર્ષોથી ગૂગલ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે સંશોધન પાછળ પૈસા ખર્ચી રહી છે અને આ સંશોધન તેનાબિઝનેસ ઈન્ટરેસ્ટને લગતું હોય છે. જોકે, બે-ત્રણ વર્ષ પહેલાં ગૂગલે નવી દિલ્હી સ્થિત એનજીઓ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચને ભંડોળ પૂરું પાડ્યું ત્યારે આ મુદ્દે ચણભણ થઈ હતી. કારણ કે, પીઆરએસ ભારતમાં સંસદીય અને કાયદાકીય સુધારા કરવા સંશોધન કરે છે. પીઆરએસની વેબસાઈટ પર જઈને કોઈ પણ નાગરિક જે તે સાંસદે સંસદમાં કેટલી હાજરી આપી કે કેટલા પ્રશ્નો પૂછ્યા એ વગેરે માહિતી મેળવી શકે છે. આ સંસ્થાને ફોર્ડ ફાઉન્ડેશન અને ગૂગલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

આ તો ગૂગલે દેશમાં ફેલાવેલી જાળનો નાનકડો તાંતણો છે. છેલ્લાં કેટલાક વર્ષોથી દેશમાં ગૂગલના રિસર્ચ ફેલોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. એશિયા ઈન્ટરનેટ કોએલિશન આવી જ એક સંસ્થા છે જે ભારતમાંઈન્ટરનેટ એન્વાયર્મેન્ટકેવું છે તે દિશામાં સંશોધન કરે છે. ગૂગલ આ સંસ્થાના સ્થાપક સભ્યોમાંનું એક છે. આ દિશામાં સંશોધન કરી રહેલા કેટલાક રિસર્ચ ફેલો પૈકીના એક આસ્તિક સિંહા છે. આસ્તિક સિંહા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના સોશિયલ મીડિયા એડવાઈઝર પણ છે. આ દિશામાં ગૂગલ છુટ્ટા હાથે ખર્ચ કરી રહ્યું હોવાથી એવી શંકા થવી સ્વાભાવિક છે કે, ગૂગલને ભારતમાં ઈન્ટરનેટને લગતા કાયદા પોતાની તરફેણમાં બને એ વાતમાં રસ છે. વળી, ગૂગલની સંશોધન માટે ખર્ચ કરવાની પ્રવૃત્તિ શંકાસ્પદ અને અપારદર્શક હોવાનો પણ કેટલાક લોકો દાવો કરે છે. ગૂગલે બેંગલુરુ સ્થિત સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્ડ સોસાયટીમાં વાણી સ્વાતંત્ર્ય, સમાજમાં ખુલ્લાપણું (ઓપનનેસ), પ્રાઈવેસી અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં સંશોધન કરવા ત્રણ રિસર્ચ ફેલોની નિમણૂક કરી છે.

મે 2013માં જ અહેવાલો હતા કે, ગૂગલે નવી દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીના સેન્ટર ફોર કોમ્યુનિકેશન ગવર્નન્સમાં સંશોધન કરવા ભંડોળ આપ્યું હતું. આ ભંડોળ તેનાબિઝનેસ ઈન્ટરેસ્ટને લગતા ક્ષેત્રમાં સંશોધન માટે ફાળવાયું હતું. આવી અનેક સંસ્થાઓમાં ભંડોળ આપતી વખતે થયેલા કરારમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ હોય છે કે, “ભવિષ્યમાં ગૂગલ એક પણ વેપારી તક (બિઝનેસ ઓપર્ચ્યુનિટી)માંથી બાકાત નહીં રહે.” મુંબઈમાં 26/11 ના હુમલા પછી ભારત સરકારે આઈટી એક્ટમાં તાકીદના સુધારા કરવાની ફરજ પડી હતી. આ સુધારાનેધ હૂટનામની મીડિયા વૉચ વેબસાઈટના એડિટર સેવન્તી નિનાન સહિત અનેક લોકોએ વખોડી નાંખ્યા હતા. આ વેબસાઈટને પણ ગૂગલે ભંડોળ પૂરું પાડ્યું હતું. આવી કોઈ પણ સંસ્થાને ભંડોળ આપીને તેનો ઉપયોગ પોતાના લાભમાં જ થઈ રહ્યો છે કે નહીં તેનું ગૂગલ પૂરેપૂરું ધ્યાન રાખે છે. દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગૂગલ આરોગ્ય, શિક્ષણ અને અન્ય સામાજિક પ્રશ્નો સાથે સંકળાયેલી એનજીઓને ભંડોળ પૂરું પાડે છે.

ગૂગલની ભંડોળની પ્રવૃત્તિની તેના સર્ચ રિઝલ્ટ પર પણ અસર પડે છે એટલે તે ગંભીર છે. ગૂગલની પ્રાઈવેસી પોલિસીમાં થયેલા ફેરફારથી સામાન્ય માણસે ગભરાવા જેવું નથી, પણ પોતાના બિઝનેસ ઈન્ટરેસ્ટ મુજબ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં પોતાના ગ્રાહકની સતત તરફેણ કરતું હોવાનું પણ કહેવાય છે. જેમ કે, ગૂગલમાં પોપ્યુલર મોબાઈલ ફોન શબ્દ સર્ચ કરીએ તો ગૂગલ પોતાને ઠીક લાગે એ કંપનીની તરફેણ કરી શકે છે. ગૂગલની ઓનલાઈન-ઓફલાઈન પ્રવૃત્તિ ગંભીર છે અને એટલે જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા આ દિશામાં તપાસની માગ થઈ રહી છે. હજુ ગયા વર્ષે જ ભારત મેટ્રીમોની નામની જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઈટે ગૂગલ સામે સીસીઆઈમાં ફરિયાદ કરી હતી. આમ છતાં, ગૂગલની ઓફલાઈન પ્રવૃત્તિઓમાં કશું ખોટું લાગતું નથી. આ લોકોની દલીલ છે કે, ગૂગલ વાણી સ્વાતંત્ર્ય માટે જ ભંડોળ ખર્ચે છે અને શરમની વાત છે કે, ભારતની કંપનીઓ આવું કરતી નથી. જો ગૂગલ ખરેખર રાજકારણીઓ પર પ્રભાવ ઈચ્છતું હોય તો તે તેમને લાંચ આપે, નહીં કે સંશોધન પાછળ ખર્ચ કરે.

જોકે, આ વાત આટલી સીધીસાદી પણ ના હોઈ શકે. ભારતની કોઈ પ્રાઈવેટ કંપની બહારની કોઈ વિદેશી કંપની કે સંસ્થા સાથે વેપારી કરાર કરે છે ત્યારે તેમાં પારદર્શકતા હોય છે અને ના હોય તો એવો આગ્રહ રખાય છે. જો ભારતમાં સંશોધન પાછળ ગૂગલ જંગી રકમ ખર્ચી રહ્યું હોય તો ભારત સરકારને એ જાણવાનો પૂરેપૂરો હક્ક છે કે ગૂગલનાબિઝનેસ ઈન્ટરેસ્ટશું છે

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

25 October, 2013

નાસાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ, 'મેડ ઈન સ્પેસ'


આજે વિજ્ઞાન જગતમાં થ્રી-ડી પ્રિન્ટિંગ અત્યંત મહત્ત્વની ટેક્નોલોજી ગણાય છે. એવું પણ કહેવાય છે કે, 21મી સદીની પ્રથમ પાંચ ક્રાંતિકારી શોધોમાં થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો સમાવેશ કરવો જ પડે. કારણ કે, જો આ ટેક્નોલોજીનો ધાર્યા પ્રમાણેનો વિકાસ થયો તો માનવજીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો આવશે. કમ્પ્યુટર આવ્યા ત્યારે તેમાંથી ટુ-ડી પ્રિન્ટ નીકળે એમાં લોકોને બહુ નવાઈ નહોતી લાગતી. કારણ કે, એ પહેલાં પણ લોકો ફેક્સ વગેરેના રૂપમાં કંઈક એવી જ ટેક્નોલોજી જોઈ ચૂક્યા હતા. આ દરમિયાન વર્ષ 1984માં ચાર્લ્સ ડબલ્યુ હલ નામના ટેક્નોલોજિસ્ટે ‘સ્ટિરિયો-લિથોગ્રાફી’ નામે થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીની પેટન્ટ કરાવી હતી. થ્રી-ડી પ્રિન્ટર એટલે એવું પ્રિન્ટિંગ મશીન કે જેમાં કમ્પ્યુટરમાં રહેલી પ્રતિકૃતિને સીધી પ્રિન્ટરમાંથી બહાર કાઢી શકાય. જો ખરેખર આવી ટેક્નોલોજી વિકસે તો સમગ્ર વિજ્ઞાન જગતમાં ક્રાંતિકારી પરિવર્તનો આવે. આ ટેક્નોલોજીમાં નાસાને પણ રસ છે અને એટલે જ તેઓ આવતા વર્ષ સુધીમાં આ ટેક્નોલોજી અવકાશમાં લઈ જવાની ઈચ્છા રાખી રહ્યા છે.

થ્રી-ડી પ્રિન્ટર એક એવું જાદુઈ મશીન છે કે જેનો ઉપયોગ ડૉક્ટર ની-રિપ્લેસમેન્ટ માટે જરૂરી સાધનો મેળવવા કરી શકે છે, તો જ્વેલરી બનાવવા કે હથિયારો બનાવવા પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આ માટે કમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાતી પ્રતિકૃતિની ફક્ત ‘પ્રિન્ટ’ આપવાની હોય છે. થ્રી-ડી પ્રિન્ટર કોઈ સામાન્ય પ્રિન્ટર નથી હોતા. આ પ્રકારના પ્રિન્ટર કમ્પ્યુટરે સોફ્ટવેરની મદદથી આપેલો સંદેશ સમજી લે છે અને પછી પ્રિન્ટરમાં પહેલેથી રહેલા એક ખાસ પ્રકારના પ્લાસ્ટિક પ્રવાહી મટિરિયલની મદદથી એક પછી એક લેયર તૈયાર કરતું જાય છે, તેને કઠણ તૈયાર કરતું જાય છે અને છેલ્લે જેની પ્રિન્ટ આપી હોય તે પ્રતિકૃતિનું તાત્કાલિક ‘ઉત્પાદન’ કરી આપે છે. આ ઉત્પાદન એટલે વિશિષ્ટ છે કે તેમાં ફક્ત એક ‘ક્લિક’ કરવાની હોય છે. આજે આ પ્રકારની થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી તો વિકસાવી લેવાઈ છે પરંતુ તેને વ્યવહારુ બનાવવામાં હજુ થોડા વર્ષ નીકળી જાય એમ છે.


સ્પેસ શટલમાંથી દેખાતું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

નાસાનું માનવું છે કે, જો એકાદ વર્ષમાં અવકાશમાં જ થ્રી-ડી પ્રિન્ટર લૉન્ચ કરવામાં સફળતા મળે તો ઘણી બધી ઝંઝટોનો અંત આવી જાય. જો આ વાત શક્ય બને તો તમામ અવકાશયાત્રીઓ માટે જરૂરી હોય તે તમામ નાના-મોટા સાધનોનું અવકાશમાં જ ઉત્પાદન કરી શકાય. આ ઉપરાંત અવકાશયાત્રીઓને લઈને જનારા યાનનું વજન પણ સહેલાઈથી નિયંત્રિત કરી શકાય. કારણ કે, અવકાશાત્રીઓએ અવકાશમાં સંશોધનો આગળ ધપાવવા જે કોઈ સાધન-સરંજામની જરૂરિયાતો પડવાની હોય તે તેમને થ્રી-ડી પ્રિન્ટરની મદદથી અવકાશમાં જઈને જ આપી દેવાશે. આ ધારણાને હકીકતમાં ફેરવવા માટે નાસાએ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર ફક્ત એ મુજબના પ્રિન્ટર જ ગોઠવી દેવાના બાકી રહે છે. આ થ્રી-ડી પ્રિન્ટર અવકાશમાં રહેલી એક એવી ‘ફ્લાઈંગ ફેક્ટરી’ તરીકે સેવા આપશે, જેમાં અવકાશયાત્રીઓને જરૂરી એવી તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હશે. નાસાના એન્જિનિયરોને તો એવા એડવાન્સ થ્રી-ડી પ્રિન્ટર વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેમાં નાનકડા સેટેલાઈટનું પણ ઉત્પાદન કરી શકાય. આ પ્રકારના નાના નાના સેટેલાઈટની મદદથી જ અવકાશયાત્રીઓની ગતિવિધિની જાણકારી પૃથ્વી પરના વિજ્ઞાનીઓને મળતી હોય છે. નાસાના એન્જિનિયરોને આશા છે કે, અવકાશમાં જતી વખતે ઘર્ષણના કારણે ઉત્પન્ન થતી ભયાનક ગરમી સહન કરીને નકામા થઈ જતા નાના-મોટા સાધનોનું પણ અવકાશમાં જઈને થ્રી-ડી પ્રિન્ટરની મદદથી ઉત્પાદન કરી શકાય છે.

આ પ્રોજેક્ટ પર નાસા સાથે એન્ડ્રુ ફિલો નામના વિજ્ઞાની કામ કરી રહ્યા છે. ફિલો કહે છે કે, “અમને લાગે છે કે જે દિવસે અવકાશમાં થ્રી-ડી પ્રિન્ટિંગ શક્ય બન્યું તે દિવસ ક્રિસમસ હશે...” આપણે સમજી શકીએ છીએ કે, ફિલો તેમના પ્રોજેક્ટમાં પાર પડી ગયા તો તે દિવસે પૃથ્વી અને અવકાશ એમ બંને જગ્યાએ દિવાળી જ હશે. કારણ કે, અવકાશમાં થ્રી-ડી પ્રિન્ટિંગ શક્ય બનશે તો અવકાશયાત્રીઓને ખાવા-પીવાની જરૂરિયાતો પણ પ્રિન્ટર જ સંતોષી લેશે. નાસાના એસ્ટ્રો-એન્જિનિયરિંગને લગતા તમામ પ્રોજેક્ટનું કામકાજ કેલિફોર્નિયાના મોફેટ ફેડરલ એરફિલ્ડ પર આવેલા એમ્સ (એએમઈએસ) રિસર્ચ સેન્ટરમાં થાય છે. હાલ, આ રિસર્ચ સેન્ટરના એન્જિનિયરોનું ફક્ત એક જ લક્ષ્ય છે કે, કોઈ પણ સંજોગોમાં અવકાશમાં થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી વ્યવહારુ બનાવવી. કારણ કે, ટેક્નોલોજી વિકસાવવા કરતા પણ વધુ મહત્ત્વનું છે તેનો વ્યવહારુ ઉપયોગ પણ શક્ય બનાવવો.

પૃથ્વી પર આ ટેક્નોલોજીના વ્યવહારુ ઉપયોગમાં હજુ વધુ સમય લાગી શકે એમ છે. એનો અર્થ એ છે કે, અવકાશમાં થ્રી-ડી પ્રિન્ટિંગના સપનાંને હકીકતમાં ફેરવવાનું કામ તેનાથી પણ વધુ મુશ્કેલ છે. જેમ કે, સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, ગુરુત્વાકર્ષણહીન વાતાવરણમાં થ્રી-ડી પ્રિન્ટર કામ આપી શકે ખરા? આવા વાતાવરણમાં કામ પાર પાડવા કેવું મટિરિયલ ઉત્તમ કામ આપે? આ પ્રકારના મટિરિયલમાંથી તૈયાર થયેલા સાધન-સરંજામ પૃથ્વી પર તૈયાર થયેલા સાધનો જેટલું જ સારું કામ આપી શકે? અવકાશમાં થ્રી-ડી પ્રિન્ટિંગના સંશોધનો કરવા ડેસ્કટોપ સહિતની ઘણી બધી ચીજવસ્તુઓની જરૂર પડે. જોકે, આ તમામ ચીજવસ્તુઓ પૃથ્વી પરના ઉપયોગ માટે જ ડિઝાઈન કરવામાં આવે છે, પરંતુ તેનો અવકાશમાં ઉપયોગ થઈ શકે એ માટે તે ગુરુત્વાકર્ષણ અને હવાના દબાણ વિનાની સ્થિતિમાં, ઓછી વીજળીના સહારે અને ખૂબ ઝડપથી બદલાતા તાપમાનમાં કેવી રીતે કામ આપશે તેના પ્રયોગો પણ અગાઉથી કરી લેવા પડે. અવકાશમાં સારી રીતે કામ આપી શકે એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે નાસાએ અમેરિકાની જ ‘મેડ ઈન સ્પેસ’ નામની કંપની સાથે બીજો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વર્ષ 2010થી અત્યાર સુધી નાસા અને મેડ ઈન સ્પેસના વિજ્ઞાનીઓ ગુરુત્વાકર્ષણહીન એરક્રાફ્ટમાં થ્રી-ડી પ્રિન્ટરના અનેક પ્રયોગો કરી ચૂક્યા છે.

આ ઉપરાંત થ્રી-ડી પ્રિન્ટર સાથે સંકળાયેલો સૌથી મોટો ફાયદો સુરક્ષાને લગતો છે. નાસાનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાર પડી ગયો તો ભવિષ્યમાં અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જ નાનું-મોટું રિપેરિંગ કરી શકશે. એટલે કે, કોઈ મહત્ત્વાકાંક્ષી અવકાશ અભિયાન વખતે યાન કે અન્ય કોઈ ટેકનિકલ મુશ્કેલી સર્જાય ત્યારે જરૂરી સાધનોનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થ્રી-ડી પ્રિન્ટિંગની મદદથી જ ઉત્પાદન કરીને કામકાજ આગળ ધપાવી શકાશે. આ હકીકત વાસ્તવિકતામાં ફેરવાશે, સમય અને ખર્ચની જે બચત થશે એની કલ્પના કરીને જ નાસાના વિજ્ઞાનીઓના મ્હોંમાં પાણી આવી રહ્યું છે. નાસાના સ્ટ્રેટેજિક ઓફિસર માઈકલ ચેન કહે છે કે, “સુરક્ષા જ સૌથી મોટી ચિંતા છે. કારણ કે, અવકાશમાં સ્પાર્ક, બ્રેકરેજ કે વીજળીમાં નાનો-મોટો વધારો થવા જેવી બાબત પણ ખતરનાક સાબિત થઈ શકે છે.” આવી કોઈ ઘટના વખતે પણ થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી મહાઉપયોગી સાબિત થઈ શકે છે. જેમ કે, અવકાશમાં સંભવિત અકસ્માત વખતે કઈ નાની-મોટી ચીજવસ્તુઓની જરૂર પડી શકે છે તેની યાદી તૈયાર કરીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર થ્રી-ડી પ્રિન્ટર તૈયાર રાખી શકાય છે, એટલે જરૂર પડે ત્યારે જોઈતી વસ્તુ સીધી ‘છાપી’ શકાય. આ ઉપરાંત થ્રી-ડી પ્રિન્ટરમાં થતી ઉત્પાદન પ્રક્રિયા વખતે અવકાશમાં ઓકાતું પ્લાસ્ટિક, આ પ્લાસ્ટિકને રિસાઇકલ કરવાની થ્રી-ડી પ્રિન્ટરની ક્ષમતા તેમજ પ્રિન્ટરનો જ કોઈ ભાગ બગડી જાય ત્યારે પણ થ્રી-ડી પ્રિન્ટરની મદદથી જ જોઈતા ભાગોનું ઉત્પાદન કરી શકાય એ દિશામાં પણ સંશોધન કરાઈ રહ્યું છે.  

જોકે, વર્ષ 2010માં આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે જ તમામ વિજ્ઞાનીઓ અને તેમની પાર્ટનર કંપનીઓ એ વાતથી પૂરેપૂરી વાકેફ હતી કે, આ પ્રોજેક્ટ નિષ્ફળ પણ જઈ શકે છે. કારણ કે, આ વાત સૈદ્ધાંતિક રીતે (થિયોરેટિકલ) જેટલી સરળ લાગે છે એટલી છે નહીં. એક મત મુજબ થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી ચોક્કસ ક્રાંતિકારી પરિવર્તનો લાવવા સક્ષમ છે, પરંતુ જ્યાં સુધી થ્રી-ડી પ્રિન્ટરમાં ધાતુના ઉપયોગની મદદથી ઉત્પાદન શક્ય નહીં બને ત્યાં સુધી તેનો ઉપયોગ મર્યાદિત જ રહેશે એ વાતમાં કોઈ શંકા નથી. જો કદાચ ધાતુની મદદથી થ્રી-ડી પ્રિન્ટિંગ શક્ય બન્યું તો પણ અવકાશમાં તેને લઈ જવી અત્યંત અઘરી છે. કારણ કે, અવકાશમાં વિવિધ ધાતુઓની મદદથી ઉત્પાદન કરવા મહાકાય વીજવ્યવસ્થા તંત્ર ગોઠવવું પડશે. જોકે, હાલ તો નાસાનો હેતુ પણ મર્યાદિત છે. હાલ કોઈ પણ પ્રોજેક્ટ વખતે નાસાએ લૉન્ચ વ્હિકલથી લઈને યાનના નાના-મોટા સાધનોનું ઉત્પાદન કરવાની ખર્ચાળ અને અતિ જટિલ પ્રક્રિયા કરવી પડે છે. બાદમાં આ ફોલ્ડિંગ સાધનોને અવકાશમાં લઈ જઈને તેનું એસેમ્બ્લિંગ કરવું પડે છે. હાલ પૂરતો નાસાનો હેતુ આ લાંબી પ્રક્રિયામાંથી છુટકારો મેળવવાનો છે. નાસાની ધારણા મુજબ, આ પ્રકારનું કામ આપતું થ્રી-ડી પ્રિન્ટર જુલાઈ 2014માં તૈયાર થઈ જશે.

(તસવીર સૌજન્ય- વિકિપીડિયા)

12 October, 2013

અન્નનો બગાડઃ ધર્મનો નહીં, વિજ્ઞાનનો વિષય


આપણે હરિયાળી ક્રાંતિ કે સફેદ ક્રાંતિની બડાઈઓ મારતા થાકતા નથી પણ ભારત સહિતના દેશોમાં આજે પણ લાખો લોકો કુપોષણથી પીડાય છે અને ભૂખથી મરે છે. છેલ્લી અડધી સદીમાં વિશ્વભરમાં અનાજ, દૂધ, શાકભાજી અને ફળોનું ઉત્પાદન વધ્યું છે અને બીજી તરફ અન્નનો બગાડ તેમજ ભૂખ કે કુપોષણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. જૈન ધર્મમાં કદાચ એટલે જ અન્નના એક દાણાના વ્યયને પણ પાપ ગણવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સે ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરતાં કહ્યું છે કે, “દુનિયાભરના ખેતરોમાં પકવવામાં આવતા ત્રીજા ભાગનું એટલે કે 1.3 અબજ ટન અન્ન કચરાપેટી ભેગું થાય છે. એટલું જ નહીં, અન્નના બગાડના કારણે ગ્લોબલ વૉર્મિંગ માટે કારણભૂત ગ્રીનહાઉસ ગેસ પણ વધે છે...” આપણે જેટલા વધુ અન્નનો બગાડ કરીએ એટલા પ્રમાણમાં પાણી અને ખનીજતેલ જેવી કુદરતી સંપત્તિનો પણ વ્યય થાય છે. કારણ કે, અન્નના ઉત્પાદનથી માંડીને તેને યોગ્ય સ્થળે પહોંચાડવા સુધીની પ્રક્રિયામાં આ બે સ્રોતનો મહત્તમ ઉપયોગ થાય છે.

યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને ‘ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટઃ ઈમ્પેક્ટ ઓન નેચરલ રિસોર્સીસ’ નામે જારી કરેલા એક અહેવાલ મુજબ, પૃથ્વી પર દર વર્ષે થતો 1.3 અબજ ટન અન્નનો બગાડ, વાતાવરણમાં 3.3 અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળવા બરાબર છે. આટલું અન્ન ઉત્પન્ન કરવા માટે આશરે 1.4 અબજ હેક્ટર જમીનની જરૂર પડે છે. આટલી જમીન વિશ્વભરની ખેતીલાયક જમીનના 30 ટકા જેટલી ગણી શકાય. આઘાતજનક વાત તો એ છે કે, આ સંશોધન કાર્યમાં માછલી સહિતના દરિયાઈ ખોરાકના બગાડનો સમાવેશ કરાયો નથી. એટલું જ નહીં, અન્નના બગાડના કારણે વિશ્વભરમાં 750 અબજ ડૉલરનું નુકસાન થાય છે. જોકે, યુનાઈટેડ નેશન્સ દ્વારા કરાયેલા આ સંશોધનનો હેતુ અન્નના બગાડના કારણે થતું આર્થિક નુકસાન શોધવાનો નહીં પણ તેના કારણે વાતાવરણને થતું નુકસાન જાણવાનો હતો. આ પહેલાં ક્યારેય આ દિશામાં આટલું ઊંડુ સંશોધન કરાયું નથી. વળી, આ સંશોધન કાર્ય યુનાઈટેડ નેશન્સની દેખરેખ હેઠળ પાર પડાયું હોવાથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.


એમ. એસ. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે, ભારતમાં દર વર્ષે રૂ. 58 હજાર કરોડના અન્નનો બગાડ થાય છે. અન્નનો બગાડ થવાના કારણે કુદરતી સ્રોતોનો તો વ્યય થાય છે પણ આ સાથે પૃથ્વી પર માણસજાતને ટકી રહેવા માટે જે જૈવવૈવિધ્ય છે તેને પણ ગંભીર નુકસાન પહોંચે છે. અન્ન વિતરણની અયોગ્ય વ્યવસ્થા અને બગાડના કારણે દુનિયામાં રોજ 87 કરોડ લોકો ભૂખ્યા સૂએ છે. અમેરિકા અને ચીનની ઔદ્યોગિક પ્રવૃત્તિ પછી પૃથ્વીના વાતાવરણને સૌથી વધુ નુકસાન અન્નના બગાડના કારણે થાય છે. આ અહેવાલ મુજબ, એશિયા, લેટિન અમેરિકા અને યુરોપમાં ફળફળાદિનો બહુ મોટા પાયે બગાડ થાય છે, જેનો અર્થ એવો પણ કરી શકાય કે આ વિસ્તારોમાં પાણીનો વધુ બગાડ થાય છે. એવી જ રીતે, એશિયા અને યુરોપના ઔદ્યોગિક વિસ્તારોમાં શાકભાજીનો બગાડ મોટા પાયે થાય છે. એશિયામાં અનાજના વ્યયના કારણે પાણી અને જમીનનો પૂરતો ઉપયોગ નહીં કરી શકવાની મુશ્કેલી છે. જેમ કે, એશિયામાં ચોખાનો પાક વધુ લેવાતો હોવાથી અહીં ચોખાનો વધુ બગાડ થાય છે. જેના કારણે મિથેન જેવા ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે અને ચોખાના ખેતરોમાં ઉપયોગમાં લીધેલું પાણી પણ છેવટે વ્યર્થ જાય છે.

પૃથ્વી પર ઉપયોગમાં નહીં લેવાયેલું અન્ન ફેંકી દેવાય ત્યારે તે સડે છે અને આ પ્રક્રિયા દરમિયાન પણ મિથેન જેવા ગેસનું ઉત્સર્જન થાય છે. જોકે, વિશ્વભરના દેશોમાં અન્નના બગાડનું પ્રમાણ ઘટે તો પણ પૃથ્વીના વાતાવરણને મોટી મદદ મળી શકે છે. વિકસિત દેશોમાં તો નાના ફૂડ પેકેટ, કચરામાં ફેંકાતા અન્નમાંથી ખાતરનું ઉત્પાદન અને રેસ્ટોરન્ટમાં વધેલા ખોરાકને ગરીબ લોકોને વહેંચવા જેવા ઉપાયો ખૂબ ગંભીરતાપૂર્વક અજમાવાઈ રહ્યા છે. આપણા દેશમાં પણ આવા પ્રયાસ થઈ રહ્યા છે પણ અન્નના જંગી બગાડની સામે તેનું મહત્ત્વ સરોવરના ટીપાં જેટલું જ છે. વળી, આ પ્રયાસો સુવ્યવસ્થિત રીતે નહીં પણ છૂટાછવાયા થઈ રહ્યા છે. વિકસિત દેશોમાં તો સંગ્રહ અને વિતરણની ઉત્તમ વ્યવસ્થા હોય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં તો સંગ્રહ કરેલું અન્ન પણ ધોવાઈ જાય છે, જેના કારણે પૃથ્વી પર ભાર પડે છે. કારણ કે, અન્નનો એક દાણો કચરા પેટીમાં જાય છે એ સાથે પાણી, હવા અને સમયનો પણ બગાડ થાય છે. એટલે કે, ઉત્તમ અન્ન વિતરણ વ્યવસ્થાની મદદથી આપણે પૃથ્વી અને માનવજાત બંનેને મદદ કરી શકીએ છીએ.

રિસાઇકલિંગ જ સૌથી ઉત્તમ ઉપાય

આપણે અત્યાર સુધી પ્લાસ્ટિક, કાચ, લોખંડ કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ અને કાગળના રિસાઇકલિંગ વિશે ઘણું બધું સાંભળ્યું છે, પરંતુ દર વર્ષે કચરાપેટીમાં ફેંકી દેવાતા અન્નનું આપણે મન કંઈ ખાસ મહત્ત્વ નથી. જોકે, છેલ્લાં કેટલાક સમયથી વિશ્વના અનેક દેશો અન્નના બગાડને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તો ભારત જેવા દેશોમાં હજુ સુધી તેની શરૂઆત પણ નથી થઈ. હા, ભારતમાં વૈભવી લગ્ન સમારંભોમાં થતા અન્નના બગાડને રોકવાની તજવીજ હાથ ધરાઈ હતી, પણ એ મુજબનો કાયદો હજુ સુધી લાવી શકાયો નથી. ભારત જ નહીં, વિશ્વના કોઈ પણ દેશમાં ઘરે ઘરે થતો અન્નનો બગાડ રોકવાના ફક્ત બે જ ઉત્તમ ઉપાય છે. એક, વ્યક્તિગત સમજદારી અને બીજું, રિસાઇકલ થઈ શકે એવા કચરાને જુદી કચરાપેટીમાં એકત્રિત કરવો અને આ પ્રકારના કચરાને દરેક ઘરેથી લઈને રિસાઇકલિંગ સેન્ટર સુધી પહોંચાડવો.

અમેરિકા, કેનેડા અને યુરોપના અનેક દેશોમાં ‘ગ્રીન કચરા’ને જુદો રાખીને તેનું રિસાઇકલિંગ કરવામાં આવે છે. આ પ્રકારના કચરામાંથી ઉત્તમ ખાતર બનાવી શકાય છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં છેલ્લાં કેટલાક વર્ષોથી અમુક વિસ્તારોમાં આ પ્રકારના રિસાઇકલિંગ સેન્ટર શરૂ કરાયા છે, જેમાં રોજના 300 ટન ઓર્ગેનિક કચરાનું રિસાઇકલિંગ કરીને તેમાંથી ખાતર બનાવાય છે. આ પ્રકારના રિસાઇકલિંગ સેન્ટરો હોટેલ, રેસ્ટોરન્ટ અને જાહેર કાર્યક્રમો પછી થયેલું અન્ન એકત્રિત કરી લે છે. અત્યાધુનિક સેન્ટરોમાં વાર્ષિક 40 હજાર ટન અન્નને રિસાઇકલ કરી શકાય છે. આમ અમેરિકાએ અત્યારથી જ અન્નના બગાડને અત્યંત ગંભીરતાથી લઈને આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. કારણ કે, ફક્ત બગીચાઓ વિકસાવવા અને રસ્તાની વચ્ચેના ડિવાઈડર પર છોડ વાવી દેવાથી ખરા અર્થમાં ‘ગ્રીન સિટી’ નથી વિકસતા. અમેરિકા પણ 30 કરોડ ટન પૈકીનો ફક્ત ત્રણ ટકા ઓર્ગેનિક કચરો જ રિસાઇકલ કરી શકે છે.

નવાઈની વાત તો એ છે કે, ઓર્ગેનિક કચરાનું રિસાઇકલિંગ પ્લાસ્ટિક કે કાચના રિસાઇકલિંગ કરતાં થોડું અલગ હોય છે અને અઘરું હોય છે. કારણ કે, આ પ્રકારનો કચરો ખૂબ ઝડપથી જમીનમાં ભળી જાય છે અને એટલે જ તેને મ્યુનિસિપાલિટીની લેન્ડફિલ સાઈટ (કચરો ઠાલવવાની જગ્યા) પર દાટવાથી મુશ્કેલી થઈ શકે છે. વળી, એકસાથે હજારો ટન ઓર્ગેનિક કચરો રિસાઇકલ કરતી વખતે હજારો ટન મિથેન ગેસનું પણ ઉત્સર્જન થાય છે, જે કાર્બન ડાયોક્સાઈડ કરતા 23 ગણો વધારે નુકસાનકારક છે. એક અંદાજ પ્રમાણે ઓર્ગેનિક કચરાના કારણે દર વર્ષે વિશ્વભરમાં 70 મિલિયન મેટ્રિક ટન મિથેન વાતાવરણમાં ભળે છે. રિસાઇકલિંગ પ્લાન્ટમાં વધુને વધુ ઓર્ગેનિક કચરાનું રિસાઇકલિંગ કરીને તેમાંથી ખાતર બનાવીને મિથેન વાયુ પર કાબૂ રાખી શકાય છે. 

એક અંદાજ પ્રમાણે અમેરિકાના દરેક ઘરમાં 30 ટકા કચરો ખાદ્યપદાર્થોને લગતો હોય છે. આ પદાર્થોમાં શાકભાજીની છાલ, ડીંટાથી માંડીને ઘરમાં વધેલા અન્નનો સમાવેશ થાય છે. જોકે, આ કચરો પ્લાસ્ટિક અને કાચની જેમ ખૂબ ઝડપથી જમીનમાં ભળી જાય છે. છેલ્લાં થોડા વર્ષોમાં અમેરિકા, કેનેડા અને યુરોપના અનેક વિકસિત દેશોમાં આ પ્રકારનો કચરો અલગ ભેગો કરાય છે અને આ માટે હજુ વધુ મજબૂત વ્યવસ્થા તંત્ર ઊભું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કારણ કે, ગ્રીન કચરાને વધુને વધુ પ્રમાણમાં રિસાઇકલ કરી શકાય તો જ પૃથ્વીના વાતાવરણને લાંબા ગાળાના લાભ મળી શકે. 

11 October, 2013

મોદી વિ. કેજરીવાલઃ મોબાઈલ કંપનીઓના ‘હીરો હીરાલાલ’


આપણા દેશમાં ચૂંટણીઓ હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા યોજાતી જાહેર સભાઓ, રેલીઓ અને ગલીએ ગલીએ યોજવામાં આવતી નાની-મોટી સભાઓનું આયોજન થાય ત્યારે આસપાસના દુકાનકારોને તડાકો પડી જતો હતો. આવા નાના-મોટા દુકાનદારો અને ચ્હાની કિટલીવાળા માટે કયા રાજકીય પક્ષનો ઉમેદવાર પ્રચાર કરવા આવ્યો છે કે પછી ચૂંટણીમાં કોણ જીતશે, કોણ હારશે એના કરતા વધુ મહત્ત્વ પોતાની ઘરાકીનું રહેતું. જોકે, આજકાલ ચૂંટણી પ્રચાર પણ હાઈટેક થઈ ગયો છે અનેરોકડીની ચિંતા કરનારા પણ હાઈટેક થઈ ગયા છે. આ વર્ષે કદાચ પહેલી જ વાર એવું થયું છે કે, વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ગેમ ડેવપલપરોએ જાણીતા રાજકારણીઓની મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરીને બજારમાં મૂકી છે.

અત્યાર સુધી ચૂંટણી વખતે ખેસ, દુપટ્ટા, ટોપીઓ, પોસ્ટરો, લાઉડ સ્પીકર ભાડે આપનારા અને કિટલીવાળા નાનો-મોટો ધંધો કરી લેતા હતા પણ હવે તેમાં ગેમ ડેવલપરો પણ જોડાઈ ગયા છે. કારણ કે તેઓ પણ જાણે છે કે, ભારતમાં ચૂંટણી પણ એક તગડો બિઝનેસ છે. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ભારત સરકારના સત્તાવાર આંકડા મુજબ, હાલ દેશમાં 55 કરોડ 48 લાખ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કારણ કે, એપલ, સેમસંગ, નોકિયાની સાથે માઈક્રોમેક્સ, કાર્બન, ઈન્ટેક્સ, આઈ બોલ અને ઝોલો જેવી કંપનીઓમાં ખૂબ જ સસ્તા સ્માર્ટફોન વિકલ્પ ઉપલબ્ધ છે. હવે મૂળ મુદ્દો એ છે કે, ભારતીયો દ્વારા વૉટ્સએપ સહિતના મેસેજિંગ એપની મદદથી સૌથી વધુ ફોરવર્ડ થતા જોક રાજકારણને લગતા હોય છે. આ વાત જ સાબિત કરે છે કે, સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા કે કરતા ભારતીયો માટે આજે પણ રાજકારણ એક રસપ્રદ વિષય છે.



આ વાતને ધ્યાનમાં રાખીને જ સોફ્ટવેર કંપનીઓએ રાજકારણીઓનેહીરોતરીકે દર્શાવતી મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરવાની શરૂઆત કરી દીધી છે. સ્માર્ટફોન ગેમ્સની દુનિયામાંટેમ્પલ રનજેવી અત્યંત લોકપ્રિય ગેમથી લગભગ કોઈ અજાણ્યું નહીં હોય. આ ગેમ જેવું જ ભળતું નામ ધરાવતીમોદી રનનામની ગેમ જુલાઈ, 2013માં રિલીઝ થઈ હતી. આ ગેમ રિલીઝ થઈ ત્યારે કદાચ કંપનીને પણ ખ્યાલ ન હતો કે, ‘મોદી રનઆટલી ઝડપથીરનકરશે. આ એક્શન ગેમમાં કુર્તા-પાયજામામાં સજ્જ નરેન્દ્ર મોદીને દરેક વિઘ્નો પાર કરીને દિલ્હી સુધી દોડાવવાના છે. ટૂંકમાંહીરો હીરાલાલને ભારતના 18 રાજ્યોમાંથી મત ઉઘરાવવામાં મદદ કરીને દિલ્હી સલ્તનત સોંપવાની છે. એટલે કે, જે યુઝર્સ 18 લેવલ પાર કરીને મોદીને દિલ્હી સુધી પહોંચાડી દે તેવિનથઈ જાય છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “જો તમે મોદીના ચાહક છો અથવા તો તમે ભાજપને ટેકો આપો છો તો તમને આ એપ ગમશે. આ ગેમ મોદી કે ભાજપ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. આ ગેમનો હેતુ ફક્ત ભારતીય ચૂંટણીની પેરોડી કરીને મનોરંજન મેળવવાનો છે.”

મોદી રનગેમ અમેરિકાનીદેક્સાટીનામની ગેમ ડેવલપર કંપનીએ ડિઝાઈન કરી છે. કહેવાની જરૂર નથી કે, કંપનીએ આ ગેમ કેમ બનાવી છે. અમેરિકન સરકાર નરેન્દ્ર મોદીને વિઝા આપે કે ના આપે એનાથી દેક્સાટીને કંઈ લેવા-દેવા નથી. આ ગેમની રિલીઝ વખતે દેક્સાટીએ કહ્યું હતું કે, “...અમને લાગે છે કે, આજે ભારતના મધ્યમ વર્ગમાં મોદી સૌથી લોકપ્રિય ભારતીય સેલિબ્રિટી છે...” દેક્સાટીના મતે આ તો હજુ શરૂઆત છે. કારણ કે, ‘મોદી રનતો કંપનીએ રાજકારણ આધારિત ગેમ ચાલી શકે કે નહીં તેનો કયાસ કાઢવા ખાતર જ લૉન્ચ કરી છે. અત્યાર સુધીમોદી રનએક લાખથી પણ વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. ‘મોદી રનની લોકપ્રિયતા જોઈને દેક્સાટીએ ઓક્ટોબરના અંત સુધીમાં ભારતીય ચૂંટણીઓ પર આધારિત વધુ બે ગેમ લૉન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. 


ગૂગલ પ્લે સ્ટોરમાં મોદી રન સામે ફક્ત એક જહીરો હીરાલાલટક્કર લઈ રહ્યા છે. આ ગેમ પણટેમ્પલ રનના ભળતા જ નામે એટલે કેઆમ આદમી રનરનામે ડિઝાઈન કરાઈ છે. અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનથી પ્રભાવિતગ્રીડી-ગેમ મીડિયાનામની કંપનીએ બીજી ઓક્ટોબરે જ આ ગેમ રિલીઝ કરી છે. આ ગેમમાં એક્ટિવિસ્ટમાંથી રાજકારણમાં આવેલા અને હાથમાં સાવરણી પકડીને દોડી રહેલાહીરોને તમામ વિઘ્નો પાર કરાવવાના છે. આમ આદમી પક્ષનું પ્રતીક સાવરણી છે. ગ્રીડી-ગેમ મીડિયાનો દાવો છે કે, આ ગેમ ડિઝાઈન કરવા કંપનીએ અરવિંદ કેજરીવાલનો ચૂંટણી પ્રચાર ખૂબ જ નજીકથી સમજવા માટે સુવ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, અરવિંદ કેજરીવાલ અન્ના હજારે સાથે હતા તે સમયથી કંપની તેમનેફોલોકરી રહી છે.

આ ગેમની થીમ ખૂબ જ રસપ્રદ છે. ‘આમ આદમી રનગેમમાં પરિસ્થિતિને સ્વીકારી લેવાની છે અથવા તો તેને બદલવા માટે જવાબદારી ઉપાડવાની છે. આ એક એવી ગેમ છે જેમાં એક કોમન મેન પાસે સુપરપાવર છે પણ તેનો ઉપયોગ કરવા માટે લોકોનો સહકાર હોવો જરૂરી છે. ‘આમ આદમી રનમાં મતના રૂપમાં સામાન્ય માણસનો સહકાર મળે છે, એટલે કે મત ઉઘરાવીને શહેરની તમામ મુશ્કેલીઓ દૂર કરવાની છે. આ એક એવું શહેર છે જેને રોજેરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓમાં રસ્તાઓ પર પાણી ફરી વળવા, વીજતંત્ર ખોરવાઈ જવું, ફ્લાયઓવર તૂટી પડવો અને ભ્રષ્ટાચારી નેતાઓ વગેરેનો સમાવેશ કરાયો છે. જોકે, આ તમામ મુશ્કેલીઓથી યુઝર્સે દૂર ભાગવાનું છે અથવા તો તેમનો સામનો કરીને સામાન્ય માણસનો સહકાર મેળવવા પ્રયાસ કરવાનો છે. જો તમે આમ કરશો તો જ તમે છેવટે શહેરને તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કરી શકશો.

ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “આ ગેમ રમીને તમે આમ આદમી પાર્ટીની રચના માટે વેઠવી પડેલી મુશ્કેલીઓ વિશે જાણી શકો છો.” ‘આમ આદમી રનમાં દરેક વિઘ્નો પાર પાડીને આમ આદમી પક્ષની રચના કરવાની છે અને છેલ્લેસ્વરાજનું લેવલ અનલોક કરવાનું છે. જો આ લેવલ અનલોક ના થઈ શકે તો યુઝર્સ ફેસબુક ફ્રેન્ડ્સને પણ તે અનલોક કરવા આમંત્રણ આપી શકે છે. ‘મોદી રનને નરેન્દ્ર મોદી કે ભાજપનું સમર્થન નથી, પરંતુઆમ આદમી રનને આમ આદમી પાર્ટીની મંજૂરી બાદ ડિઝાઈન કરાઈ છે. એટલે જ આ ગેમ રમીને આમ આદમી પાર્ટીને ડોનેશન પણ આપી શકાય છે અને ડોનેશન માટે પણ ફેસબુક ફ્રેન્ડ્સને આમંત્રિત કરી શકાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, ગ્રીડી-ગેમ મીડિયાએ પૂરતું સંશોધન કરીનેઆમ આદમી રનડિઝાઈન કરી છે. આ ગેમ રિલીઝ થઈ એના પહેલાં જ દિવસે ગૂગલ પ્લે સ્ટોરથીઆમ આદમી રનપાંચ હજારથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. જોકે, ‘મોદી રનછેક જુલાઈમાં રિલીઝ થઈ હતી તેથી ડાઉનલોડિંગમાં તે સ્વાભાવિક રીતે જઆમ આદમી રનથી ઘણી આગળ છે.

ભારતમાં મોબાઈલ માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને દેશભરમાં મોબાઈલ ગેમ્સ, એપ્સનો બિઝનેસ વર્ષ 2016 સુધીમાં રૂ. 27 અબજે પહોંચી જવાની ધારણા છે. આ પ્રકારની ગેમ્સ કે એપ્સ ડિઝાઈન કરતા ડેવલપરોની આવકનો એકમાત્ર સ્રોત જાહેરખબરો હોય છે. જોકે, ગેમ હીટ જાય તો આ જાહેરખબરોની આવક લાખો-કરોડોમાં પહોંચી શકે છે. મુંબઈ અને બેંગલુરુની અનેક કંપનીઓ હવે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં રાજકારણીઓ આધારિત ગેમ્સ ડિઝાઈન કરવાનું વિચારી રહી છે. આ કંપનીઓ જાણે છે કે, ભારતીય રાજકારણથી મોટું કોઈ સર્કનથી અને કદાચ ગેમ્સની મદદથીઆમ આદમીથોડી વાર પોતાનો રોષ ભૂલીને આનંદ માણી લે છે અને ગેમ ડેવલપરોએ તેમાંથી પણ કમાણી કરવાનું શરૂ કરી દીધું છે

અન્ના આંદોલન વખતે ‘એંગ્રી અન્ના’ ગેમ લૉન્ચ કરાઈ હતી

અન્ના હજારે આંદોલન વખતે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામેનો જુવાળ પરાકાષ્ઠાએ હતો ત્યારે અમેરિકન અને ભારતીય કંપનીએ મળીને વર્ષ 2011માં ‘એંગ્રી અન્ના’ નામની ગેમ લૉન્ચ કરી હતી. જોકે, આ ગેમ ફક્ત મોબાઈલ આધારિત નહીં પણ વેબ આધારિત ગેમ હતી. નોઈડા સ્થિત ‘ગીકમેન્ટર’ નામની કંપનીએ ડિઝાઈન કરેલી આ ગેમ ‘ગેમસલાડ’ નામની અમેરિકન હોસ્ટેડ કંપનીની વેબસાઈટ પર આજે પણ રમી શકાય છે. ગેમ માર્કેટમાં અત્યંત લોકપ્રિયતા ધરાવતી ‘એન્ગ્રી બર્ડ્સ’ નામની ગેમ પરથી જ ‘એંગ્રી અન્ના’ ડિઝાઈન કરાઈ હતી. ગેમસલાડની વેબસાઈટના આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધી પાંચ લાખથી પણ વધારે લોકો ‘એંગ્રી અન્ના’ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ‘એંગ્રી અન્ના’ ગેમમાં હીરો તરીકે અન્નાની સાથે બાબા રામદેવ અને કિરણ બેદી હતા, જ્યારે વિલન તરીકે ડૉ. મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને સુરેશ કલમાડીના મહોરા મૂકવામાં આવ્યા હતા. રાજકારણ અને રાજકારણીઓ પર ટીકા કરવા માટે ગેમ્સ બનાવવાની શરૂઆત અમેરિકન કંપનીઓએ કરી હતી. 

02 October, 2013

હવે શ્રીનિવાસન ‘સ્ટ્રાઈક’ લીધા વિના ‘બેટિંગ’ કરશે


ગુનેગાર સાંસદોને બચાવવા માટે આપણા રાજકારણીઓ સર્વોચ્ચ અદાલતના ચુકાદાની પણ કેવી ઐસીતૈસી કરી શકે છે તે હજુ તાજી ઘટના છે. હજુ એક સામાન્ય નાગરિક દુઃખ, પીડા અને આઘાત મિશ્રિત લાગણીમાંથી બહાર આવે પહેલાં એન. શ્રીનિવાસને પણ સર્વોચ્ચ અદાલત સુધી ન્યાય માટે ધા નાંખીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું પ્રમુખપદ પાછું મેળવી લીધું છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગને લગતા કેસમાં જસ્ટિસ . કે. પટનાયક અને જસ્ટિસ જે. એસ. ખેહરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “તેઓ હજુ સુધી કેમ ચાર્જ સંભાળી રહ્યા છે? જ્યાં સુધી અરજી પર સુનવણી ના થઈ જાય ત્યાં સુધી ચૂંટણી પાછી ઠેલવામાં શું મુશ્કેલી છે? સર્વોચ્ચ અદાલતમાં કેસની તપાસ ચાલી રહી છે ત્યારે તમને ચૂંટણીની ઉતાવળ કેમ છે? અમે બીસીસીઆઈને નથી જાણતા. અમે ફક્ત ક્રિકેટને જાણીએ છીએ. અમને ખબર નથી પડતી કે તમને ચૂંટણીની આટલી ઉતાવળ કેમ છે?”

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ કરેલા ધારદાર સવાલોમાં સામાન્ય માણસના રોષનો પડઘો સ્પષ્ટ સાંભળી શકાય છે. જોકે રાજકારણમાં આવી કોઈ વાતોને સ્થાન નથી હોતું અને ભારતમાં તો ક્રિકેટ અને રાજકારણ પણ એક સિક્કાની બે બાજુ છે. અત્યારે તો શ્રીનિવાસનની કાયદાકીય લડત રંગ લાવી છે અને તેમનેન્યાયપણ મળી ગયો છે. એન. શ્રીનિવાસનના વકીલોએ કાયદાકીય છટકબારીઓનો બખૂબી ઉપયોગ કરીને તેમને પ્રમુખ બનાવી દીધા છે. શ્રીનિવાસને સર્વોચ્ચ અદાલત સુધી લડી લઈને જ્યાં સુધી ક્રિકેટ એસોસિયેશન ઓફ બિહારની અરજી પર ચુકાદો ના આવી જાય ત્યાં સુધી બીસીસીઆઈની ચૂંટણી યોજવાની મંજૂરી મેળવી લીધી હતી. આ ચુકાદો અને ચૂંટણીના પરિણામોને પગલે હવે શ્રીનિવાસન બીસીસીઆઈના પ્રમુખપદે ચાલુ રહી શકે છે પરંતુ તેઓ કોઈ કામગીરી નહીં કરી શકે. એટલે કે, હવે તેઓ ક્રીઝ પર ઊભા રહેશે પણ સ્ટ્રાઈક નહીં લઈ શકે. તેઓ ક્રીઝ પર ઊભા રહીને તમામ ખેલ જોશે અને મેદાન પરના ફિલ્ડરો, બોલર અને કદાચ થર્ડ એમ્પાયરને પણ કંટ્રોલ કરતા રહેશે.

એન. શ્રીનિવાસન

બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને એટલે તેમના પર અડિંગો જમાવવા માટે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની લાળ હંમેશાં ટપકતી રહે છે. સર્વોચ્ચ અદાલતમાં જઈને એન. શ્રીનિવાસન ભલે ન્યાય લૂંટી આવ્યા. પરંતુ  એક વાત નક્કી છે કે જો તેઓ બીસીસીઆઈના પ્રમુખપદે રહીને કોઈ કામગીરી નહીં કરે તો પણ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં તેમના જમાઈ ગુરુનાથ મયપ્પન સામે નિષ્પક્ષ અને ઊંડી તપાસ થાય શક્ય નથી. બિહાર ક્રિકેટ એસોસિયેશનના વકીલે પણ સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી. વળી, મુંબઈ પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ એન. શ્રીનિવાસન પ્રાથમિક દૃષ્ટિએ તો ગુનેગાર ઠર્યા હતા અને જેલની હવા ખાવી ના પડે માટે જામીન લેવાની પણ ફરજ પડી હતી. જમાઈ ગુરુનાથ મયપ્પન સામેની તપાસ નિષ્પક્ષ થઈ શકશે કે નહીં મુદ્દે એન. શ્રીનિવાસન વતી તેમના વકીલોએ ખોખલી દલીલો કરી હતી કે, “શ્રીનિવાસનના જમાઈને તેમણે પોતે નહીં પણ તેમની પુત્રીએ પસંદ કર્યો છે. કેસમાં તેની કથિત સંડોવણીની સજા સસરાને કેમ મળવી જોઈએ.”

જોકે, પ્રકારની દલીલોનું વજન કેટલું પડે છે તેનો આધાર સામેવાળી વ્યક્તિ કોણ છે તેના પર નિર્ભર હોય છે. ગુરુનાથ મયપ્પનને કોણે પસંદ કર્યો હતો તે સવાલ નથી. સવાલ છે કે, આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં ગુરુનાથ મયપ્પનને કથિત સંડોવણી છે અને અને તેની સામે તપાસ ચાલી રહી છે. તો પછી તપાસ કોઈ પણ સંજોગોમાં નિષ્પક્ષ થઈ ના શકે. વળી, વાત માનવાના પૂરતા કારણો પણ છે. જેમ કે, આઈપીએલ સ્પોટ ફિક્સિંગની તપાસ કરવા માટે બોમ્બે હાઈકોર્ટે બે સભ્યોની સમિતિની રચના કરી હતી. પરંતુ મુંબઈ પોલીસની તપાસ પૂરી થાય પહેલાં તો સમિતિએ સસરા-જમાઈ એન. શ્રીનિવાસન અને ગુરુનાથ મયપ્પનને ક્લિન ચિટ આપી દીધી હતી. ઘટનાએ સાબિત કરી દીધું હતું કે, હવે વધુ એક કૌભાંડ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

હવે તો એન. શ્રીનિવાસન કાયદાકીય રીતે પ્રમુખપદ તરીકે ચાલુ રહેશે પણ કામકાજ નહીં કરી શકે વાત પણ તેમના માટે ફાયદાકારક પુરવાર થવાની છે. કારણ કે, શ્રીનિવાસન અને તેમના જમાઈ સામે ઘણી બધી તપાસ ચાલી રહી છે તેના માટે તેઓ સમય આપી શકશે. હવે તપાસમાંથી મુક્ત થવા માટે જે કોઈ કાવાદાવા કરવા પડે માટે તેમની પાસે પૂરતો સમય છે. આટઆટલી વ્યસ્તતા વચ્ચે પણ તેમણે બીસીસીઆઈનું પ્રમુખપદ મેળવી લઈને પોતાનીઆવડતનો પરિચય આપી દીધો છે. બીસીસીઆઈના બંધારણ મુજબ, બીસીસીઆઈ પ્રમુખ દરેક વખતે જુદા જુદા ઝોનમાંથી બનવો જોઈએ. કોઈ એક ઝોનમાંથી વારંવાર બીસીસીઆઈ પ્રમુખ ચૂંટાયા ના કરે માટે વર્ષ 2006માં શરદ પવારે બંધારણીય સુધારો કરાવ્યો હતો. જોકે, સુધારો શ્રીનિવાસનના કામમાં આવ્યો કારણ કે, નિયમ મુજબ વખતે સાઉથ ઝોનની વ્યક્તિ બીસીસીઆઈ પ્રમુખ બની શકે એમ હતી.

સાઉથ ઝોનમાં કર્ણાટક, હૈદરાબાદ, કેરળ, આંધ્રપ્રદેશ અને ગોઆ ક્રિકેટ એસોસિયેશનો પણ સમાવેશ થાય છે અને એસોસિયેશનના કોઈ પણ અધિકારી તેમને પડકારી શકતા હતા. પરંતુ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત એન. શ્રીનિવાસનનો સાઉથ ઝોનમાં ખાસ્સો દબદબો છે. તમામ એસોસિયેશનોને શ્રીનિવાસને પોતાની તરફેણમાં કરી લેતા શરદ પવાર જેવા અઠંગ રાજકારણી પણ ઠંડા પડી ગયા હતા. જોકે, હવે જોવાનું છે કે શ્રીનિવાસન અને તેમના જમાઈ મયપ્પન સામેનીનિષ્પક્ષ તપાસની શરૂઆત ક્યાંથી થાય છે અને તેનો કેવો અંત આવે છે. સુનવણી વખતે પણ સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે, “બીસીસીઆઈ દ્વારા રચાયેલી સમિતિએ એન. શ્રીનિવાસન અને ગુરુનાથ મયપ્પનને નિર્દોષ જાહેર કરી દીધા છે. પરંતુ મુંબઈ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું છે કે, આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં મયપ્પન સામેલ છે...” દરમિયાન સર્વોચ્ચ અદાલતે ફરી એકવાર સવાલ પૂછ્યો હતો કે, જો સસરા બીસીસીઆઈનો કંટ્રોલ લઈ લેશે તો તપાસનું શું થશે? મુદ્દે એન. શ્રીનિવાસને નવું નાટક શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે, બીસીસીઆઈએ નવી તપાસના કરવાનો આદેશ આપી દીધો છે અને તપાસ અદાલતે સૂચવેલી દિશામાં થશે. દલીલનો અર્થ છે કે, પહેલાંની તપાસ યોગ્ય દિશામાં, યોગ્ય રીતે નહોતી થઈ.

ખેર, ડિસેમ્બર 2005માં બીસીસીઆઈએ ક્રિકેટ બોર્ડ ઈન 21 સેન્ચુરી, વિઝન પેપરનામે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલમાં પણ બીસીસીઆઈએ ક્રિકેટની દુનિયામાં પારદર્શકતા લાવવાની શાણી શાણી વાતો કરી હતી. ઉપરાંત ક્રિકેટના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વિકાસ માટે શું શું કરી શકાય એની પણ ઊંડી છણાવટ કરી હતી. સિવાય તેમાં એક સીધીસાદી વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને હાલના સંજોગોમાં સીધીસાદી વાત અત્યંત મહત્ત્વની છે. અહેવાલમાં બીસીસીઆઈએ પોતાને અને પોતાના તમામ સભ્યોને સંબોધીને પ્રશ્ન પૂછ્યો હતો કે, “આપણને વારંવાર પૂછવામાં આવે છે કે, વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ સંસ્થા હોવાના નાતે તમે તમારા ખેલાડીઓ અને ચાહકો પ્રત્યેની ફરજ બજાવવામાં સફળ થયા છો?” પ્રશ્નને લઈને આપણે બધાએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ અનેહા, અમે કરીએ છીએએમ કહેતા પહેલાં આપણા હૃદયને પ્રશ્ન પૂછી લેવો જોઈએ...

જોકે, આશરે ત્રણ વર્ષ પછી બીસીસીઆઈની તમામવિઝનરીવાતો બકવાસ સાબિત થઈ છે. અહેવાલમાં પારદર્શકતાને લઈને પણ ડાહી ડાહી વાતો કરવામાં આવી હતી, પરંતુ ક્રિકેટરોની પસંદગીથી લઈને આઈપીએલ સહિતની ટુર્નામેન્ટો માટે જુદી જુદી ચેનલોને અપાતા રાઈટ્સ, બીસીસીઆઈની ચૂંટણી તેમજ ક્રિકેટ બોર્ડમાં હોદ્દો શોભાવતા લોકોના સ્થાપિત હિતોના તાણાંવાણાં જોડતા પારદર્શક નહીં પણ બિલકુલ ધૂંધળુ ચિત્ર ઉપસે છે.

બીસીસીઆઈમાં એકહથ્થું શાસનની શરૂઆત

આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કાંડનો પર્દાફાશ થયા પછી એવું લાગતું હતું કે, હવે બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસનનો અંત શરૂ થઈ ગયો છે. પરંતુ દિવસ પછી અત્યાર સુધીમાં લગભગ બધું તેમની ગણતરી મુજબ થયું છે. બીસીસીઆઈના પ્રમુખ તરીકે પણ તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા છે અને બાકીના હોદ્દા પર પણ પોતાને વિપરિત સંજોગોમાં સાથ આપનારા લોકોને ગોઠવવામાં સફળ થયા છે. બીસીસીઆઈના બંધારણ મુજબ, દરેક વ્યક્તિ ફક્ત ત્રણ વર્ષ માટે પ્રમુખપદે રહી શકે અને રીતે સત્તા ભોગવવા માટે શ્રીનિવાસનનું આખરી વર્ષ છે. આમ છતાં, તેઓ કોઈ પણ સંજોગોમાં એક વર્ષ જવા દેવા માગતા કેમ નહોતા તે સમજી શકાય એમ છે.

એવું કહેવાય છે કે, શ્રીનિવાસને આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી ડૉ. જી. ગંગા રાજુને બીસીસીઆઈની ફાઈનાન્સ કમિટીના અધ્યક્ષ તરીકેનોએવોર્ડઆપ્યો છે. એવી રીતે, પશ્ચિમ ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ નિરંજન શાહ અને મધ્ય ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ સુધીર દબીર જેવા શરદ પવારના વિશ્વાસુઓને પણ શ્રીનિવાસને કદ પ્રમાણે વેંતરી નાંખ્યા છે. . ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના રવિ સાવંતની વરણી કરાઈ છે. કારણ કે, તેમણે એમસીએની ચૂંટણી પાછી ઠેલીને શરદ પવારને સિફતપૂર્વક દૂર રાખીને શ્રીનિવાસનને મદદ કરી હતી. જ્યારે . ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પછી નૈતિક ધોરણે રાજીનામું આપવાનું નાટક કરનારા કેન્દ્રીય મંત્રી અને આઈપીએલ કમિશનર રાજીવ શુકલાની નિમણૂક કરાઈ છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડ પછી શ્રીનિવાસન અને તેમના જમાઈની જાહેરમાં ટીકા કરી હતી એટલે તેમને હટાવી દેવાયા છે. આ ઉપરાંત શ્રીનિવાસને પોતાના ગઢમાં એટલે કે દક્ષિણ ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પોતાના વિશ્વાસ શિવલાલ યાદવની નિમણૂક કરી છે. જ્યારે ઉત્તર અને પૂર્વ ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અનુક્રમે એસ. પી. બંસલ અને ચિત્રાક મિત્રાની વરણી કરાઈ છે.